નવી ઈમિગ્રેશન વ્યવસ્થામાં ટ્રેડિંગ પાર્ટનર દેશોના નાગરિકોને પ્રાધાન્ય અપાશે

Saturday 22nd September 2018 06:19 EDT
 
 

લંડનઃ બ્રિટન બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન વ્યવસ્થાની તૈયારી કરી રહ્યું છે. તેમાં બ્રિટન સાથે મોટાપાયે વ્યાપાર સોદા કરનારા દેશોના નાગરિકો માટે ઈમિગ્રેશન સરળ બનશે તેમ સરકારની યોજનાઓ વિશેની માહિતીમાં જણાવાયું હતું. હોમ ઓફિસ દ્વારા કરવામાં આવનારો આ સુધારો આંશિક રીતે ઈયુ અને નોર્વે, આઈસલેન્ડ અને લીચટેન્સ્ટેઈન સહિત યુરોપિયન ઈકોનોમિક એરિયાના લોકોની બ્રિટનમાં મુક્તપણે અવરજવરનો અંત લાવવાના સરકારના વચનના પાલનના ઉદેશ સાથેનો છે.

જોકે, જે દેશો યુકે સાથે મોટા વ્યાપારી સોદા કરશે તેના નાગરિકો બ્રિટનમાં કામ કરવા કે માત્ર મુલાકાત માટે આવતા હોય તો તેમને ઓછા પ્રમાણમાં વ્યાપાર સમજૂતીઓ કરનારા દેશોના લોકોની સરખામણીમાં પ્રેફરેન્શિયલ એક્સેસ રાઈટ્સ અપાય તેવી શક્યતા છે.

આ વ્યવસ્થા હેઠળ EEAના નાગરિકોને કેટલાક સૌથી મોટા લાભ મળે તેવી શકયતા છે કારણ કે યુકેનો ઉદેશ બ્રેક્ઝિટ પછી ઈયુ સાથે વ્યાપક વ્યાપાર સોદાને આખરી ઓપ આપવાનો છે.


comments powered by Disqus