પુરુષો કરતાં વધુ મહિલાઓ ‘ટોક્સિક’ સોશિયલ મીડિયા છોડશે

Friday 21st September 2018 06:35 EDT
 
 

લંડનઃ સ્ક્રોલ ફ્રી સપ્ટેમ્બર દરમિયાન ૩૦૦,૦૦૦ લોકો ‘ટોક્સિક’ સોશિયલ મીડિયા છોડવાના છે તેમાં મહિલાઓની સંખ્યા બહુમતિ હોવાનું રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ (RSPH) દ્વારા જણાવાયું હતું.

NHS સમર્થિત અભિયાન તૈયાર કરનારી સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર પરફેક્ટ બોડીની તસવીરોનો મારો ચાલે છે તેથી મહિલાઓને સોશિયલ મીડિયા અયોગ્ય લાગે છે અને તેમના આત્મ સન્માનને હાનિ પહોંચે છે તેથી પુરુષો કરતાં ત્રણ ગણી મહિલાઓ સોશિયલ મીડિયા છોડી રહી છે. સ્ર્કોલ ફ્રી સપ્ટેમ્બર લોકોને ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ સહિતની સાઈટોનો ઉપયોગ બંધ કરવા અથવા ઘટાડી દેવા જણાવે છે.


comments powered by Disqus