ફિલ્મી હસ્તીઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા મોદીની અપીલ

Wednesday 19th September 2018 07:13 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છતા જ સેવા’ ઝુંબેશની શરૂઆત ૧૫મી સપ્ટેમ્બરે કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે દેશની ફિલ્મી હસ્તીઓ પણ આ અભિયાનમાં જોડાશે તો દેશના નાગરિકોને પ્રેરણા મળશે. આ માટે મોદીએ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દીપિકા પદુકોણ અને માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સને પત્ર લખ્યો છે. વડા પ્રધાનની સ્વચ્છતા ઝુંબેશનો ઉલ્લેખ અમિતાભ બચ્ચને પણ ટ્વીટર પર કર્યો હતો. મોદીએ ક્ષેત્રીય સિનેમાના કલાકારોને પણ પત્ર લખી આ ઝુંબેશમાં સામેલ થવા કહ્યું હતું જેમાં રવિ કિશન, માલિની અવસ્થી, શારદા સિંહા, એ. આર. રહેમાન, એસ. શંકર, અર્જુન, પ્રભાસ, રાજામૌલી વગેરે પણ સામેલ છે.


comments powered by Disqus