શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે ત્યારે સમકાલીન અભિનેત્રીઓ સાથે તેની સરખામણી મામલે તેણે જાહેર કર્યું કે, મને મારી સાથેની અભિનેત્રીઓની સફળતાથી જરાય અસુરક્ષા લાગતી નથી. આલિયા ભટ્ટનું જ ઉદાહરણ લો. મને આલિયા માટે ખરેખર ખુશી છે કે તેની ‘રાઝી’ને ઘણી સફળતા મળી રહી છે. બોક્સ ઓફિસ પર પણ તેને સારો બિઝનેસ મળ્યો છે. શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, મારી શ્રદ્ધા મારી સાથે છે અને એના જોરે જ હું સફળતા મેળવવા પ્રયત્ન કરું છું. હું હંમેશાં એવો પ્રયત્ન કરું છું કે છેલ્લી ફિલ્મ કરતાં મારે વધુ સારું કરવું છે. કહેવામાં કદાચ જૂનવાણી લાગશે પણ મારી સ્પર્ધા મારી પોતાની સાથે છે.

