મોટા ભાગનાં બાળકોને તેઓ મોટી ઉંમરના થાય ત્યારે ખોટું બોલવું નહીં તેવું બાળપણથી શીખવવામાં આવે છે. પણ ટોરોન્ટો યુનિવર્સિટીમાં સંશોધકોનો નવો અભ્યાસ એવું જણાવે છે કે જો બાળક સ્કૂલે જતો થાય તે પહેલાં તેને ખોટું બોલતા શીખવવામાં આવે તો તેનાં જ્ઞા।ન અને કૌશલ્યમાં વધારો થાય છે. આ સંશોધન માટે પ્રિ સ્કૂલની ઉંમરનાં ૪૨ બાળકોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. આ બાળકોને ખોટું બોલતા આવડતું જ ન હતું. તેમનાં ગ્રૂપને કન્ટ્રોલ ગ્રૂપ અને બીજા એક ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. તેમને સંતાકૂકડીની રમતમાં મોટી ઉંમરનાં લોકોને કેવી રીતે છેતરવા તેવું શીખવવામાં આવ્યું હતું. બાળકોને તેમના હાથમાં પોપકોર્ન સંતાડીને શોધવાની કામગીરી સોપાઈ હતી. મોટી ઉંમરનાં લોકોએ બાળકે કયા હાથમાં પોપકોર્ન સંતાડયું છે તે પારખવાનું હતું. જે બાળક મોટી ઉંમરનાં લોકોને છેતરી શકે તેમને રમતમાં ચાલુ રાખાયા હતા. આ કસોટીમાં ૪૦ મહિનાનાં છોકરા અને છોકરીઓનાં બે ગ્રૂપ બનાવાયા હતા.
બાળકોને તેની સમજણ શક્તિ કેટલી છે અને બીજી વ્યક્તિનાં મનમાં કેવા પ્રતિભાવ ચાલી રહ્યા છે તેમજ તેનું મગજ કેટલું સજાગ અને સક્રિય છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ કાર્ય પૂર્ણ કરવા કેવી રીતે ધ્યાન દોરવું અને કયા કામને અગ્રતા આપવી અને કયા કામનો અસરકારક રીતે અમલ કરવો તે શીખવવામાં આવ્યું હતું. નાના બાળકોને થોડા દિવસોમાં જ કયા કામ માટે કેવી નિર્ણયશક્તિ રાખવી તે શીખવવામાં આવ્યું હતું અને જે બાળકો કસોટીમાં પાસ થયા હતા તેને કન્ટ્રોલ ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસની તાલીમમાં જ બાળકો કેવી રીતે નિર્ણયો લેવા અને કેવી રીતે મોટી ઉંમરનાં લોકોને છેતરીને ચાલાકીપૂર્વક તેમની પાસેથી કામ કઢાવવું તે શીખી ગયા હતા.
બાળક નવું નવું શીખવાની કોશિશ કરે છે
નાની ઉંમરે જો બાળકોમાં ખોટું બોલવા કે લોકોને કેવી રીતે છેતરવા તે શીખવવામાં આવે તો નકારાત્મક માનવીય વર્તણૂક પણ સકારાત્મકતામાં ફેરવાય છે અને તેના જ્ઞા।નમાં વધારો થાય છે તેમજ તે નવું નવું શીખવાની કોશિશ કરે છે. કેવી રીતે લક્ષ્યાંકો હાંસલ કરવા, પ્રશ્નો ઉકેલવા, માનસિક સંતુલન જાળવવું અને ભાવી સંભાવનાઓને શોધવી તે મોટી ઉંમરે ઝડપથી શીખી શકે છે. સંશોધકોના મતે બાળકો સ્કૂલે જતા થાય તે પહેલાં તેમને ખોટું બોલતા શીખવવામાં આવે તો તેમની જ્ઞા।ન વર્ધક પ્રવૃત્તિમાં વધારો થાય છે.
તમારે બાળકને શા માટે વારંવાર તે હોશિયાર છે તેવું કહેવું ન જોઈએ?
સંશોધકોનો એવો મત છે કે બાળકને વારંવાર તે હોશિયાર છે તેવું કહેવા કરતાં તેના પર્ફોર્મન્સનાં વખાણ કરવામાં આવે તો તે વધારે સારી રીતે કોઈપણ કાર્ય પૂર્ણ કરે છે. બાળકના જ્યારે વખાણ કરવામાં આવે કે ખૂબ હોશિયાર છે ત્યારે તે કુદરતી રીતે સારુ પર્ફોર્મન્સ આપવાને બદલે અન્યોની ઈચ્છા સંતોષવા સારું કાર્ય કરે છે આમ તેના પર સારુંં કામ કરવાનું દબાણ આવે છે. કેટલાંક બાળકો લોકોની અપેક્ષાઓ સંતોષવા માટે ખોટું બોલતા શીખે છે. આથી બાળકને અપ્રમાણિક વર્તણૂક કરતા શીખવવું જોઈએ નહીં.

