૪૧ વર્ષીય હત્યારાના માથે ૧૭૧ ગુના

Thursday 20th September 2018 06:38 EDT
 
 

લંડનઃ મહિલાઓ પર હિંસક હુમલાનો લાંબો ભૂતકાળ ધરાવતા અનેલાયસન્સ ફ્રોમ પ્રિઝન પર રહેલા ૪૧ વર્ષીય રિચાર્ડ બેલીએ બે સંતાનોની ૩૩ વર્ષીય માતા શાર્લોટ ટીલીંગનું ગળું દબાવીને હત્યા કરી હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને આજીવન કેદની સજા કરી હતી. ગયા ફેબ્રુઆરીમાં બર્મિંગહામમાં નાઈટઆઉટ બાદ કોફી શોપમાં મળ્યાના છ કલાકમાં એક શોપમાં ટીલીંગની હત્યા કરી હતી. કિંગ્સ્ટેન્ડિંગમાં કુક્સે લેન પર રહેતા રિચાર્ડને કોર્ટે ૨૯ વર્ષની જેલ કરી તે દરમિયાન તે માત્ર મહિલાઓ પર હિંસક હુમલાઓના ૧૭૧ ગુનામાં દોષિત હોવાનું જણાયું હતું.

શાર્લોટ ૨૨ ફેબ્રુઆરીએ વર્સેસ્ટરથી કિંગ્સ્ટેન્ડિંગ માટે ટ્રેનમાં જવા નીકળી હતી. ત્યારબાદ તે લાપતા થઈ હતી. તા. ૨ માર્ચે કિંગ્સ્ટેન્ડિંગ પાસેથી નિર્વસ્ત્ર હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.


comments powered by Disqus