અગ્રણી ટ્રાવેલ એજન્ટ અલ્પા શાહને સ્ટારડસ્ટ એવોર્ડ

Thursday 14th June 2018 03:38 EDT
 
 

લંડનઃ છેલ્લા ૨૬ વર્ષથી ટ્રાવેલ બિઝનેસમાં કાર્યરત મહિલા અલ્પાબેન શાહને ગ્રોવનર હાઉસ, લંડનમા તા. ૧ જૂને યોજાયેલા સમારોહમાં ‘એક્સેલન્સ ઈન ટ્રાવેલ એન્ડ ચેરિટી વર્ક’નો સ્ટારડસ્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

મહત્ત્વાકાંક્ષી મહિલાની સાથે તેઓ વ્યવસાયે પ્રતિભાશાળી સિસ્ટમ એનાલિસ્ટ છે. તેઓ લોકોના કલ્યાણ માટે અથાગ પરીશ્રમ કરતા માનવતાવાદી છે. ‘ટ્રાવેલ ઈન સ્ટાઈલ’ના નામે તેમનો ટ્રાવેલ બિઝનેસ છે. આ કંપની ભારત અને કેન્યામાં બ્રાન્ચ ધરાવતી કોર્પોરેટ ટ્રાવેલ એજન્ટ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ચેરિટીઝને વિવિધ રીતે મદદરૂપ થયા હતા. તેમણે શ્રીલંકા અને હૈદરાબાદમાં અનાથ બાળકોને ઈંગ્લિશ શીખવાડ્યું છે. કેટલીક ચેરિટીઝ માટે ક્રિકેટર્સ સાથે કામ કર્યું છે. અલ્ઝાઈમર્સ વિશે જાગૃતિ કેળવવા માટે તેમણે ઘણી ચેરિટી વોકમાં ભાગ લીધો હતો. તેમણે ચેરિટી માટે જોખમી સ્કાયડાઈવિંગ પણ કર્યું છે. યુકેમાં ઘરબારવિહોણા લોકોને ભોજન પૂરું પાડવા ઉપરાંત અલ્પાબેન ભોજન ડોનેટ પણ કરે છે. તેમના માનવા મુજબ તેમની સૌથી મોટી સિદ્ધિ ભયાનક સુનામી બાદ ચેન્નાઈના એક ગામ માટે નાણાં એકત્ર કરીને તેને ફરી બેઠું કરવા માટે કરેલી મદદ હતી.

હેરોમાં તેમનો બ્યુટી બિઝનેસ પણ છે.

તેઓ સિંગલ પેરન્ટ છે. તેમણે એકલા હાથે તેમના પુત્રને ઉછેર્યો છે. રિટાયરમેન્ટ પછી તેમનો હેતુ બાળકોની ચેરિટીઝને સમય આપવાનો, બાળકોને ભણાવવાનો અને ભારતમાં નાની સ્કૂલનું નિર્માણ કરવાનો છે.


comments powered by Disqus