આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બાબા રામદેવ ૨૨ જૂનથી યુકેની મુલાકાતે

Wednesday 20th June 2018 07:07 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યોગગુરુ બાબા રામદેવ ૨૨ જૂનથી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. ૨૩ જૂનથી તેઓ લંડન, કોવેન્ટ્રી અને ગ્લાસગો મળીને ત્રણ શહેરમાં ૫,૦૦૦ કરતાં વધુ લોકોને સંબોધન કરતાં જુદાજુદા સ્થળે સામુહિક યોગા કરાવશે. પતંજલિ યોગ પીઠ (યુકે)ના સહયોગથી ભારતીય હાઈ કમિશન દ્વારા યોગાના ટિકિટ ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે. વ્યક્તિ દીઠ ટિકિટના દર ૧૬.૭૬ પાઉન્ડથી વીઆઈપી ટિકિટના ૧૦૮.૩૯ પાઉન્ડ સુધી રખાયા છે.

લંડનમાં વિજ્ઞાપનોમાં ‘જીવનમાં એક વખત મળતી તક’ તરીકે ઉલ્લેખ કરાયેલ યોગાની સેશન્સને બે સ્લોટમાં વહેંચી દેવામાં આવી છે. એક સેશન ૨૩ જૂનને શનિવારે સવારે ૮.૩૦થી ૧૧ દરમિયાન હેમરસ્મિથના કેન્સિંગ્ટન ઓલમ્પિયામાં અને બીજી સેશન તે જ દિવસે અને તે જ સ્થળે બપોરે ૪થી સાંજે ૬.૩૦ દરમિયાન યોજાશે. બાબા રામદેવ ૨૪ જૂનને રવિવારે કોવેન્ટ્રીના રિકો અરેનામાં સવારે ૯થી ૧૨ દરમિયાન તથા ૨૬ જૂનને મંગળવારે ગ્લાસગોના એમિરેટ્સ અરેનામાં સવારે ૬.૩૦થી ૯ દરમિયાન લોકો સાથે યોગા કરશે.

બાબા રામદેવ પ્રાણાયામની શ્વાચ્છોશ્વાસની ક્રાંતિકારી ટેક્નીક દ્વારા દરેક લોકોના જીવનની ગુણવત્તા સુધારવા પ્રયત્નશીલ છે. શ્રેણીબદ્ધ પ્રાણાયામને યોગાસનો સાથે સાંકળીને તેમણે વિક્સાવેલી પદ્ધતિ તમામ વયના લોકો માટે યોગ્ય અને સરળ છે. યોગાની તાલિમમાં

નિયમિતપણે યોગા કરવાથી સ્ટ્રેસનું પ્રમાણ ઘટે, બ્લડ સર્ક્યુલેશન સુધરે, શરીરના સાંધા મજબૂત બને, વજન નિયંત્રણમાં રહે, પાચન પ્રક્રિયા અને રોગ પ્રતિકારક શકિત વધે છે. વિશ્વભરમાં યોગના મહત્ત્વને ધ્યાનમાં લઈને ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus