ફિલ્મસ્ટાર અરમાન કોહલીની સાથે લિવ ઈનમાં રહેતી ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ થોડા દિવસ પહેલાં અરમાન પર આરોપ મૂક્યો હતો કે અરમાને તેને ખરાબ રીતે ઢોર માર માર્યો છે. અરમાન વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી હતી. ઘણાં દિવસો સુધી ફરાર રહ્યાા બાદ અરમાનની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ તે પછી નાટકીય ઢંગથી નીરુએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ આખો મામલામાં નીરુએ અરમાન પાસેથી રૂ. એક કરોડ લઈને કોર્ટની બહાર જ પતાવટ કર્યાનું બોલિવૂડમાં ચર્ચાઈ રહ્યું છે. અરમાનને ૧૫મી જૂને જેલમુક્ત કરાયો હતો. અહેવાલોમાં જણાવ્યા મુજબ અરમાન ફરાર થઈને પોતાના દોસ્ત બાબાના લોનાવાલાવાળા ફાર્મહાઉસમાં છુપાયો હતો. તે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી, પણ એ પછી દોસ્તની મદદથી તેણે નીરુ સાથે પતાવટ કરી હતી.

