ગાયક ઝુબિન સામે મહિલાની છેડતીનો આરોપ

Wednesday 20th June 2018 06:40 EDT
 
 

બોલિવૂડના ગાયક ઝુબિન નૌટિયાલ સામે શશાંક નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે ૧૪મી જૂને દિલ્હીમાં આવેલા વસંતવિહારની એક હોટેલમાં ઝુબિને પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. ઝુબિન તેની મહિલા મિત્રની છેડછાડ કરી રહ્યો હતો જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો ઝુબિને મારી સાથે મારપીટ કરી હતી. તો, બીજી તરફ ઝુબિન તરફથી પણ ૧૪મીએ મોડી સાંજે પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી કે તેની ગાડીની તોડફોડ કરવામાં આવી હતી અને તેની મારપીટ પણ થઈ હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.


comments powered by Disqus