જૈફ વયે માતા બનતી મહિલાઓની સંખ્યા ચાર ગણી વધી

Wednesday 20th June 2018 07:00 EDT
 
 

લંડનઃ દર વર્ષે ૫૦થી વધુની વયે સેંકડો મહિલાઓ માતા બને છે. છેલ્લાં ૧૫ વર્ષમાં તેવી માતાઓની સંખ્યા ચાર ગણી વધી છે. જ્યારે ૫૫થી વધુ વયની મહિલાઓમાં તો તેનાથી પણ વધુનો વધારો નોંધાયો છે. હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટીના જણાવ્યા મુજબ ઘણી મહિલા બાળકને જન્મ આપવા માટે બ્રિટન પરત ફરી તે અગાઉ વિદેશમાં ક્લિનિક્સમાં સારવાર બાદ ગર્ભવતી બની હતી. ઘણી મહિલાઓએ દાતાના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ ૫૦થી વધુ વર્ષે માતા બનેલી મહિલાઓની સંખ્યા ૨૦૦૧માં ૫૫ હતી જે ૨૦૧૬માં ૨૩૮ થઈ હતી.

૫૫થી વધુ વયની બે મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હતો તે સંખ્યા ૨૦૧૬માં વધીને ૨૦ થઈ હતી. ૨૦૦૧ અને ૨૦૧૬ની વચ્ચે ૫૫થી વધુની મહિલાઓએ ૧૫૩ બાળકોને જન્મ આપ્યો તે સહિત ૫૦થી વધુ વયની ૧૮૫૯ મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હતો.


comments powered by Disqus