ગુજરાતના નગરોમાં વસતીની રીતે, પાંચમાં નંબરે આવતું આણંદ શિક્ષણ સંસ્થાઓ અને ડોક્ટરોની સંખ્યામાં પણ મોખરે છે. સેવાભાવી અને યશપ્રાપ્ત ડોક્ટરોમાં મિશનરી ડોક્ટર કુક અને ડો. રધર ફોર્ડ, નેત્રયજ્ઞો માટે જાણીતા ડો. રમણિકલાલ દોશી, ડો. ઉમેદભાઈ પટેલ વગેરે ખૂબ જાણીતા નામ છે. દંત ચિકિત્સાના ક્ષેત્રે છેલ્લા બે દસકાથી વધારે સમયથી આણંદમાં આવું નામ આ ક્ષેત્રે આધુનિક પહેલ કરનારમાં ડો. શચી અને અરુણ બત્રા મોખરે છે. આમેય દેશમાં અને પરદેશમાં દાંતની સારવાર ખર્ચાળ હોય છે ત્યારે ડો. બત્રા કેટલીક વાર દર્દીને કહેતા હોય છે, ‘તમારે અમુક સારવારની જરૂર નથી.’ દર્દીને ત્યારે હાશ થાય. કેટલાક દર્દી ડોક્ટર પાસે આવે, બધું ચેક કરાવે અને વધારે ખર્ચ થવાનું હોય તો સારવાર લેવાનું ટાળે, ત્યારે મધ્યમ વર્ગના દર્દીની પાસે
ડોક્ટર ઓછી રકમથી ય ચલાવી લે.
ડો. શચી બત્રા દાંત પાડવાને બદલે નવા દાંત ઝડપથી આપવામાં નિષ્ણાત છે. દાંત ટકે અને કાર્યક્ષમ રહે એ માટેની આધુનિક ટેકનિક ડો. શચી ધરાવે છે. ડિજિટલ ડેન્ટિસ્ટ્રીના ક્ષેત્રે તેમણે ખાસ પ્રકારની તાલીમ લીધી છે. આવી નિષ્ણાત સેવા સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરા અને આણંદમાં ડો. બત્રાના સુદંત ક્લિનિકમાં જ ઉપલબ્ધ છે. અહીં તેમણે જમર્નીની સેરેક સીરોના નામની કંપનીમાંથી ખાસ મશીન વસાવ્યું છે. જેમાં મશીન દ્વારા જ દાંતની સાઈઝ, બે દાંત વચ્ચેનું અંતર વગેરેના ફોટા લેવાય. મશીન એને કોમ્પ્યુટરમાં મોકલે અને કોમ્પ્યુટર દાંતની થ્રી-ડી ઈમેજ તૈયાર કરે. આ ડેટા સેરેક સીરોના કેડકેમ મશીનમાં મોકલે. મશીન સિરામિકના બ્લોકમાંથી દાંત કે કેપ બનાવે. મશીન જ બધું કરે એટલે માનવસહજ ભૂલ થવાનો સંભવ ના રહે. ત્રણ કલાકમાં બધું તૈયાર થઈ જાય અને દર્દીને એ બેસાડે એટલે કામ પૂરું થાય. બીજે ડોક્ટર માપ લે. દર્દીને પ્લાસ્ટિકની કામચલાઉ કેપ કે દાંત આપે. થોડા દિવસ પછી દર્દીને બોલાવે. ફરીથી હાથે બનાવેલા કેપ કે દાંત ફીટ કરે. આમાં ધક્કા થાય. અખતરા થાય તેવું અહીં થતું નથી. દર્દીને ધક્કા ખાવા ના પડે. એક જ દિવસમાં દર્દીને નવો દાંત કે કેપ લઈને જાય અને રોજિંદી રીતે જીવે. અમેરિકામાં ય ખૂબ થોડા ડોક્ટર આ વિદ્યા અને મશીનથી સજ્જ છે તે આણંદમાં શક્ય બન્યું છે.
આણંદમાં આવી જ પહેલ ડો. અરુણ બત્રાએ વર્ષો પહેલાં દાંત ઈમ્પ્લાન્ટ કરવાની તાલીમ મનીપાલમાં લઈને કર્યું હતું. આ પ્રકારની પદ્ધતિસરની તાલીમ લેનારા ડેન્ટિસ્ટમાં ચરોતરમાં તેઓ સૌપ્રથમ હતા. એમના પછી બીજા કેટલાકે પણ કદાચ આ જાણીને તાલીમ લીધી. આ પહેલથી પ્રજાને આ ઈમ્પ્લાન્ટ સુલભ બન્યું. ડો. બત્રા દંપતીની બીજી ખાસ સેવા એ છે કે તેમને ત્યાંથી તાલીમ અને અનુભવ લઈને કેટલાક ડોક્ટર અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં સ્થિર થયા છે. આવી જ રીતે ટેક્નિશ્યનો પણ અહીંથી શીખીને ગયા છે. એમને ત્યાં છ જેટલી ડેન્ટલ ચેર હોવાથી અને બીજા મદદનીશ ડોક્ટરો હોવાથી એમની સેવા અને સારવાર ઝડપી બને છે.
ડો. અરુણ બત્રા જેમ નવું નવું જ્ઞાન અને ટેકનિક પ્રાપ્ત કરવા માટે સદા તત્પર રહે છે તેમ નવું જોવા-જાણવા પણ એટલા જ ઉમંગી છે. ત્રણેક વર્ષ પહેલાં ‘લાઈફ સાઈકલ’ નામની સંસ્થાએ મનાલીથી લડાખના લેહ સુધીની ૫૦૦ કિલોમીટરની સાયકલયાત્રા યોજી. ચઢાણવાળો, પર્વતોમાંથી પસાર થતો રસ્તો, ક્યાંક માઈલો સુધી માણસનો વસવાટ જ ના હોય. આવી યાત્રામાં એ જોડાયા. આટલો લાંબો વિકટ સાયકલ પ્રવાસ કરનાર ચરોતરમાં બીજા કોઈ ડોક્ટર કે સામાન્ય વ્યક્તિ હોય તેવો ખ્યાલ નથી.
ડો. બત્રા દંપતી નિર્લોભી અને સેવાવૃત્તિ ધરાવે છે. આમાંય ડો. શચી બત્રાએ કારકિર્દીની શરૂઆત સ્વામીનારાયણી સંસ્થા અનુપમ મિશનના ક્લિનિકમાંથી કરી હતી. આથી સેવાભાવ વધુ ઉદ્દિપ્ત થયો.

