બ્રિટનના શાહી પરિવારના ઇતિહાસમાં પહેલા સમલૈંગિક લગ્ન

Saturday 23rd June 2018 06:58 EDT
 
 

લંડનઃ બ્રિટનના શાહી પરિવારમાં પહેલી વાર સમલૈગિંક લગ્ન થવાના છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પિતરાઈ ૫૫ વર્ષીય લોર્ડ ઇવાર માઉન્ટબેટન તેમના સમલૈગિંક સાથી જેમ્સ કોયલ સાથે લગ્ન કરશે. લોર્ડ ઈવાર માઉન્ટબેટન અને જેમ્સ કોયલના આ બીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન ૨૪ વર્ષ પહેલાં પેની સાથે થયાં હતાં. પરંતુ લોર્ડ ઈવારનાં જણાવ્યા મુજબ તેમને તે વખતે લગ્ન સારા લાગ્યા નહોતા અને તેમની પત્નીએ તેમને દર વખતે સાથ આપ્યો હતો. તે છતાં પણ તેમણે ૮ વર્ષ પહેલાં પત્ની સાથે ડિવોર્સ લીધા હતા. તે પછી ૨૦૧૬માં તેમણે ગે હોવાની જાહેરાત કરી હતી. ઈવાર માઉન્ટબેટન અને જેમ્સ કોયલના લગ્ન બ્રિટનના ડેવન કાઉન્ટી સ્ટેટમાં એક ખાનગી સમારોહમાં થશે. તેમના ગે લગ્નને શાહી પરિવારના તમામ સભ્યોનું સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ લગ્ન પહેલાં શાહી પરિવારમાં ગત મહિને પ્રિન્સ હેરી અને મેગન માર્કેલનાં લગ્ન થયાં હતાં. આ શાહી લગ્ન પર દુનિયાભરની હતીનજર .


comments powered by Disqus