• ડેવોન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ. અભિષેકકુમારજીના મધુર કંઠે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત ‘નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાન' કથામૃતનું ગુરુવાર તા.૨૧.૬.૧૮થી રવિવાર તા.૨૪.૬.૧૮ દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી LCNL ધામેચા હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: શકુંતભાઈ સોમૈયા 07710 505 317 Ramesh Raichura 07951 578 679
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૪-૦૬-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર પુરુષોત્તમભાઈ શેરવાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૩.૬.૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા
• રવિવાર તા.૨૪.૬.૧૮ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. ફાધર્સ ડે સંપર્ક. 07882253540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે શનિવાર
તા.૩૦-૬-૧૮ રાત્રે ૧૦ સવારે ૫ દરમિયાન ‘માતા કા જાગરણ’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• હિંદુ કલ્ચરલ સોસાયટી ઓફ બ્રેડફર્ડ દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮થી શનિવાર તા.૩૦.૬.૧૮ દરમિયાન આનંદગિરી મહારાજની શ્રી રામ કથાનું લક્ષ્મીનારાયણ હિંદુ ટેમ્પલ, ૩૪૧, લીડ્સ રોડ, બ્રેડફર્ડ, BD3 9JYઆયોજન કરાયું છે. તા. ૨૪ બપોરે ૩થી સાંજે ૬.૧૫ પોથીયાત્રા, તા.૨૫થી તા. ૨૯ સાંજે ૬થી ૮.૩૦ રામકથા, તા.૩૦ બપોરે ૪થી સાંજે ૭ કથા, આરતી અને પ્રસાદ સંપર્ક. સુરેશ ટેલર07754 171 026
• દેવી નિધી અને નેહાજીના કંઠે શ્રીમદ ભાગવત કથાનું શુક્રવાર તા.૨૨.૬.૧૮થી ગુરુવાર તા.૨૮.૬.૧૮ દરરોજ સવારે ૧૧થી બપોરે ૨ દરમિયાન ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, પામરસ્ટોન રોડ, હેરો વિલ્ડ, લંડન HA3 7RR ખાતે આયોજન કરાયું છે, સંપર્ક. 020 8426 0678
• રાધાકૃષ્ણ ટેમ્પલ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL દ્વારા લ્યુકેમિયાથી પીડાતી પાંચ વર્ષીય કૈયા પટેલને મદદરૂપ થવા બ્લડ કેન્સર ચેરિટી DKMSના સહયોગથી શનિવાર તા.૨૩.૬.૧૮ સવારે ૯થી ૧૨ અને રવિવાર તા.૨૪.૬.૧૮ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સેન્ટરમાં ચીક સ્વેબ ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું છે. આપની વય ૧૭થી ૫૫ વચ્ચે હોય તો આપ તેમાં ચીક સ્વેબ ટેસ્ટ કરાવી શકશો.
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૩.૬.૧૮ ગાયત્રી જયંતી નિમિત્તે સાંજે ૭.૩૦ વાગે સમુહ ગાયત્રી મંત્ર • રવિવાર તા.૨૪.૬.૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૩.૩૦ દરમિયાન ભજન ભોજન • સોમવાર તા.૨૫.૬.૧૮થી બુધવાર તા.૨૭.૬.૧૮ વટ સાવિત્રી વ્રત, પૂજારી દ્વારા બુધવારે સવારે ૧૦.૩૦ વડ પૂજન કરાવાશે. સંપર્ક. 01772 253 901
• બોલ્ટન માર્કેટ પ્લેસ દ્વારા બોલિવુડ ફેસ્ટિવલનું શનિવાર તા.૨૩ અને રવિવાર તા. ૨૪ જૂન સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન માર્કેટ પ્લેસ શોપીંગ સેન્ટર, બોલ્ટન BL1 2AL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01204 361 100
• ગુજરાતી રાઈટર્સ એસોસિએશન, બ્લેકબર્ન દ્વારા શનિવાર તા.૨૩.૬.૧૮ સાંજે ૭ વાગે ગુજરાતી મુશાયરો અને જાણીતા કવ્વાલ મુસા એન્ડ ગ્રૂપના કવ્વાલીના કાર્યક્રમનું બેંગર સ્ટ્રીટ કોમ્યુનિટી સેન્ટર, નોરવિક સ્ટ્રીટ, બ્લેકબર્ન BB1 6 NZ ખાતે આયોજન કરાયું છે. સૌને મફત પ્રવેશ તેમજ હળવા નાસ્તાની વ્યવસ્થા છે.
સંપર્ક. આઈ બી બાંબુસરી 07769 893 918
• હિંદુ ટેમ્પલ (બ્રિસ્ટોલ)ની વાર્ષિક સાધારણ સભાનું રવિવાર તા.૨૪.૬.૧૮ને બપોરે ૪ વાગે ૧૬૩ b, ચર્ચ રોડ, રેડફિલ્ડ, બ્રિસ્ટોલ BS5 9LA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01179 351 007
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮ બપોરે ૩થી ૫ દરમિયાન નવયુગ સેન્ટરમાં હંસાબેન મનહરલાલ શાહ પરિવાર તરફથી સંતસંઘનું ૧૧, શેવેશહિલ એવન્યુ, કોલિન્ડેલ લંડન NW9 6SE ખાતે આયોજન કરાયું છે. બાદમાં અલ્પાહારની વ્યવસ્થા છે. સંપર્ક. બીપીનભાઈ 07939 420 602
• ગેલેક્સી શોઝ પ્રસ્તુત કરે છે અરવિંદ શુક્લ, ભરત જિંઝાલા અને ભરત સોનીનો કોમેડી શો ‘હાસ્યનો વરસાદ લાફ્ટર એક્સપ્રેસ’ • શુક્રવાર તા.૨૯.૬.૧૮ રાત્રે ૮ વાગે લેસ્ટર હિંદુ મંદિર, લેસ્ટર સંપર્ક. વસંત ભક્તા 07860 280 655
• શનિવાર તા.૩૦.૬.૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટ્ન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. મંજૂ 07931 534 270 • રવિવાર તા. ૧.૭.૧૮ સાંજે ૫.૩૦ વાગે વુડબ્રીજ હાઈસ્કૂલ, વુડફર્ડ ગ્રીન, ઈલ્ફર્ડ સંપર્ક. સુભાષભાઈ ઠક્કર 07977
939 457