સૈફઅલી ખાનને ઇન્ટરપોલની નોટિસ

Wednesday 20th June 2018 06:40 EDT
 
 

સૈફઅલી ખાનને તાજેતરમાં ઇન્ટરપોલની નોટિસ આવી છે. વર્ષ ૨૦૧૪માં રોમાનિયામાં શિકાર કરવાના મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્ટરપોલની આ નોટિસ સૈફના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને આપાઈ છે. આ મામલામાં બલ્ગેરિયાની સરકારે સૈફને ૧૦ હજાર યુરો (આશરે રૂ. ૭ લાખ ૮૬ હજાર)નો દંડ પણ ભરપાઈ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ નોટિસમાં સૈફને ૧૫ સવાલ પૂછવામાં આવ્યા છે અને તેની પાસેથી વર્ષ ૨૦૧૩ના બલ્ગેરિયા પ્રવાસની જાણકારી માગવામાં આવી છે. આ નોટિસ સૈફ ઉપરાંત અન્ય ત્રણ લોકોને પણ અપાઈ છે કે જેઓ તે પ્રવાસમાં અભિનેતાની સાથે હતા.


comments powered by Disqus