બોલિવૂડના ટોચના ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે દાવો કર્યો છે કે ૨૦૧૪માં બોલિવૂડનું એક જૂથ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનતા અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. છત્તીસગઢના ભિલાઇમાં થયેલા એક કાર્યક્રમમાં મધુર ભંડારકરે આ દાવો કરતાં કહ્યું હતું કે ૨૦૧૪માં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે બોલિવૂડ બે જૂથમાં વહેંચાઇ ગયું હતું. ૪૦થી ૫૦ મોટા બોલિવૂડ સ્ટાર એ સમયે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તેવું ઇચ્છતાં ન હતાં.
આ લોકોએ એક મોટું જૂથ બનાવાને કોશિશો શરૂ કરી દીધી હતી કે મોદી વડા પ્રધાન ન બને પરંતુ તેમની વિરુદ્ધમાં પણ એક જૂથ બન્યું જે ઇચ્છતું હતું કે મોદી વડા પ્રધાન બને. ભંડારકરે એવું પણ કહ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતા મુદ્દે પણ સરકાર વિરુદ્ધ જૂથ પડી ગયા હતા. ત્યાં સુધી કે દેશમાં રાજકારણ પર અનેક ફિલ્મો બને છે, પણ ‘ઈન્દુસરકાર’ને નિશાન બનાવાઈ હતી.

