લંડનઃ બ્રિટને આતંકીઓની ઓનલાઈન ભરતી માટે આઈએસ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રચાર સામગ્રી અને હિંસા દર્શાવતા વીડિયોને આપમેળે શોધી કાઢતું ઓનલાઈન ટૂલ ખુલ્લું મૂક્યું હતું. આ ટૂલને ૯૪ ટકા સફળતા મળી હતી. ટ્રેનિંગ દરમિયાન આઈએસના ૧૦૦૦ વીડિયોનું વિશ્લેષણ કરાયું હતું.
હોમ ઓફિસ અને લંડનની ASI ડેટા સાયન્સ કંપનીએ વિક્સાવેલી આ ટેકનોલોજી ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીમાં આઈએસનો પ્રચાર થાય છે કે કેમ તેનું વિશ્લેષણ કરે છે. હોમ સેક્રેટરી એમ્બર રડે જણાવ્યું હતું કે બ્રિટન દુનિયામાંથી આતંકવાદને લગતી પ્રચાર સામગ્રી દૂર કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે આ ટૂલ ૯૯.૯૯ ટકા ચોકસાઈપૂર્વક કામ કરે છે. આઈએસના પ્રચાર માટેના વીડિયો સમાજમાં ભય ફેલાવે છે. આ નવા ટૂલથી આતંકીઓની આ પ્રવૃત્તિમાં ખલેલ પડશે.
અમેરિકામાં ‘ગ્લોબલ ઈન્ટરનેટ ફોરમ ટુ કાઉન્ટર ટેરરીઝમ’ કાર્યક્રમ યોજાયો હતો. હોમઓફિસે વધુમાં જણાવ્યું હતું અન્ય નાની કંપનીઓ સાથે પણ આ ટૂલ વિક્સાવવા માટે વાટાઘાટો કરાઈ હતી.
