લંડનઃ NHSએ બીમાર બાળકોને GP પાસે અથવા A&E ડિપાર્ટમેન્ટમાં લઈ જવાને બદલે ફાર્માસિસ્ટ પાસે લઈ જવાની વિવાદાસ્પદ સલાહ પેરન્ટ્સને આપી હતી. હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાના બાળકોને નજીવી બીમારી માટે લોકલ કેમિસ્ટ પાસે લઈ જવાય તો લાખો પરિવારોને ઝડપી મદદ મળી રહેશે અને NHSના સંસાધનોની પણ બચત થશે.
જોકે હેલ્થ સર્વિસીસ પરનું દબાણ હળવું કરવાના આ પ્રયાસમાં પેરન્ટ્સને બીમારીના ઘાતક લક્ષણોની જલદી ખબર નહીં પડે અને બાળકોનું જીવન જોખમાશે તેવો ભય મુખ્ય ચેરિટીઝે વ્યક્ત કર્યો હતો.
