અપહરણ અને બળાત્કારના ગુના બદલ ૪૦ વર્ષની જેલ

Tuesday 20th February 2018 07:40 EST
 
 

 લંડનઃ પોતાની ૨૦ વર્ષીય ભત્રીજી સેલીન દુખરાન અને અન્ય મહિલાનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર ગુજારવા બદલ ૩૩ વર્ષીય મુજાહિદ અરશદને ઓલ્ડ બેઇલી કોર્ટના જ્યુરર્સે ૪૦ વર્ષની કેદની સજા ફરમાવી હતી. સેલીનનું ગળું દબાવીને હત્યા કરતા પહેલા તેણે બન્ને મહિલાઅો પર બળાત્કાર કર્યો હતો. તેણે બીજી મહિલાનું ગળું કાપીને તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

જોકે, બીજી મહિલાએ અરશદને પ્રેમ કરતી હોવાનું અને તેની સાથે નાસી જવા તૈયાર હોવાનું કહીને ત્યાંથી છટકી ગઈ હતી. જસ્ટિસ એડિસે જણાવ્યું હતું કે હત્યારાનું માનવું છે કે તે વિશ્વનું કેન્દ્ર છે અને અન્ય લોકોનો ઉપયોગ કરવો હોય તો જ તેની સાથે સંબંધ છે.

વ્યવસાયે બિલ્ડર અરશદ સાઉથ વેસ્ટ લંડનના કિંગ્સટનમાં કામ કરતો હતો. બન્નેનું અપહરણ કરીને તે કિંગ્સટનમાં રિનોવેશન હેઠળના તેના મકાને લઈ ગયો હતો. મૃતદેહ મુકવાના ઈરાદે તે જે ફ્રિઝર લાવ્યો હતો તેમાં અરશદે સેલીનની લાશ મૂકી દીધી હતી.

હત્યા કર્યા પછી તેણે પાકિસ્તાન નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડઝ ડિપાર્ટમેન્ટને અથવા પોલીસ વોચડોગને નહીં મોકલવાના મેટના નિર્ણય અંગે મહિલા અધિકાર માટે ઝુંબેશ ચલાવતા સભ્યોએ  ચિંતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus