પ.પૂ, મહંતસ્વામીનું ન્યૂઝીલેન્ડ – ઓસ્ટ્રેલિયામાં વિચરણ

Wednesday 21st February 2018 08:09 EST
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંતસ્વામીએ તા. ૬થી ૧૩ ફ્રેબ્રુઆરી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને તા. ૧૩થી ૨૦ ફેબ્રુઆરી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વિચરણ કર્યું હતું. તેઓ ૨૨થી ૨૭ ફેબ્રુઆરી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન, ૨૮ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સીડની, ૭થી ૧૨ માર્ચ એડીલેડ ૨૩થી ૨૮ માર્ચ સિડની અને ૨૮ માર્ચથી ૮ એપ્રિલપર્થ થાતે વિચરણ કરશે. પૂ. મહંતસ્વામી પ્રથમવાર ફૂલડોલનો ઉત્સવ ભારત બહાર સિડની ખાતે ઉજવશે. દુનિયાભરમાંથી હજારો સત્સંગીઓ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા સિડની જઈ રહ્યા છે. આ પ્રસંગનું BAPS સ્વામીનારાયણ મંદિરોમાં લાઈવ બ્રોડકાસ્ટ કરાશે. સિંગાપોર, હોંગકોંગ તથા બેંગકોકમાં પણ પૂ. મહંતસ્વામી વિચરણ કરશે.


comments powered by Disqus