લૂંટાયેલી કલાકૃતિઓનું V & Aદ્વારા પ્રદર્શન

Tuesday 20th February 2018 11:02 EST
 

લંડનઃ બ્રિટિશ સૈનિકો દ્વારા ૧૮૬૮માં ઈથિયોપીયાથી લૂંટાયેલા ખજાનાની પ્રાચીન કલાકૃતિઓનું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા પ્રદર્શન યોજાવાનું છે. તેને લીધે બ્રિટિશ મિલિટરીના ઈતિહાસના વિવાદાસ્પદ પ્રકરણને લીધે રાજનીતિક વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.

૧૮૬૮માં મગદલ્લાના યુદ્ધ દરમિયાન તે વખતે શાસક ટેવોડ્રોસ દ્વિતીયના કિલ્લાને બ્રિટિશ સૈન્યે ઘેરો ઘાલ્યો હતો તે વખતે શાહી અને ધાર્મિક કલાકૃતિઓ લૂંટી લેવાઈ હતી. ૧૫ હાથી અને ૨૦૦ ખચ્ચર ઉપર લાદીને આ આ ખજાનો લઈ જવાયો હતો. ઈથિયોપીયાએ આ ખજાનો પાછો આપવા વારંવાર માગણી કરી હતી. પરંતુ, તેનો કોઈ જવાબ અપાયો નથી.


comments powered by Disqus