વિલ્સડન સ્વામીનારાયણ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

Wednesday 21st February 2018 08:06 EST
 
 

લંડનઃ દર વર્ષની માફક આ વર્ષે પણ સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનમાં મહા શિવરાત્રિનો ઉત્સવ ૧૩મી ફેબ્રુઆરીને મંગળવારે મહા વદ તેરસે પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. નિત્ય સંધ્યા આરતી તથા કથા બાદ યજમાનો અને ભક્તો સૌએ મળીને ભૂજધામના સંતોના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવજીની પૂજાવિધિ કરી હતી. ત્યારપછી શિવ જન મંગળ નામાવલિનો પાઠ કરવામાં આવ્યો હતો અને શિવ આરતી કરાઈ હતી. અંતમાં શિવધૂન કરીને સૌને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.


comments powered by Disqus