પંદર દિવસ પહેલાં અભિનેતા ઇરફાન ખાને ટ્વિટ કર્યું કે તેને કોઈ ગંભીર બીમારી છે. જેના રિપોર્ટ્સ આવવાના છે. એ પછી ૧૬મી માર્ચે ઈરફાને ટ્વિટ કર્યું કે તેને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યુમર છે અને તે વિદેશમાં સારવાર લેશે. ઈરફાને બીમારીની જાણ સાથે કહ્યું કે, મારા પરિવાર મિત્રો અને ફેન્સના પ્રેમથી મારામાં આશાનું કિરણ ફૂટ્યું છે. મને શુભેચ્છાઓ મોકલતા રહો એવી વિનંતી છે.
ન્યૂરોએન્ડોક્રાઈન શું છે?
આ ટ્યુમર હોર્મોન બનાવતી કોશિકામાં હોય છે. તે શરીરમાં ગમે ત્યાંથી શરૂ થઈને કેન્સરમાં ફેરવાઈ શકે છે. આ ટ્યુમર ફેફસા, એપેન્ડીક્સ, આંતરડા વગેરેમાં થઈ શકે છે. જો સમયસર જાણ થાય તો રેડીએશન, સર્જરી અને કીમોથેરાપી દ્વારા સારવાર શક્ય છે. તેના ત્રણ સ્ટેજ છે. સ્ટેજ ૧ અને ૨ નોર્મલ છે. જ્યારે સ્ટેજ ૩ અત્યંત ગંભીર હોય છે.

