કિશન દેવાણી FRSAની લીબડેમના ટ્રેઝરર્સ એન્વોય તરીકે નિમણુંક

Wednesday 21st March 2018 07:56 EDT
 
 

લંડનઃ લીબરલ ડેમોક્રેટિક પાર્ટીના ટ્રેઝરર લોર્ડ માઈકલ જર્મને કિશન દેવાણી FRSAની પક્ષના ટ્રેઝરર્સ એન્વોય તરીકે નિમણુંક કરી હતી. BAME સમુદાયોમાં પોતાનો વ્યાપ વધારવા માગતી લીબડેમ માટે આ એક મહત્ત્વની સિદ્ધિ છે. દેવાણી અત્યાર સુધી લંડન કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ સિનિયર સભ્ય ( ડેપ્યુટી ચેરમેન ઓફ ધ લંડન કન્ઝર્વેટિવ પાર્ટી અને પાર્લામેન્ટરી/જીએલએ ઉમેદવાર) હતા. દેવાણી BAME સમુદાયના અગ્રણી સભ્ય છે.

લોર્ડ જર્મન યુકેના તમામ વિવિધ સમુદાયોના સમર્થકોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું, ‘પક્ષ વતી નવા સમર્થકો શોધવા માટે મેં કિશન દેવાણીને પક્ષના ટ્રેઝરર્સ એન્વોય બનવા જણાવ્યું હતું.’

દેવાણીએ જણાવ્યું હતું, ‘ ટ્રેઝરર્સ એન્વોય બનવા માટે લોર્ડ જર્મને કરેલા અનુરોધથી હું માન અને ગૌરવ મળ્યાની લાગણી અનુભવું છું. લોર્ડ જર્મન દેશની કરોડરજ્જુ સમાન SME બિઝનેસની જરૂરિયાતોને સારી રીતે સમજે છે. તમામ લોકો સુધી પહોંચવાનું તેમનું આયોજન ખૂબ પ્રશંસનીય છે. વિવિધ સમાજો સુધી પહોંચવાની પ્રતિબદ્ધતા ધરાવતા પક્ષનો ભાગ બનવા બદલ હું ગૌરવ અનુભવું છું.’


comments powered by Disqus