લંડનઃ વડાપ્રધાન થેરેસા મે તેમજ અન્ય અગ્રણી રાજકારણીઓ અને કાઉન્સિલર્સે ગત ૧૦ માર્ચને શનિવારે હેરોની ભારતીય સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી બોમ્બે સેન્ટ્રલ રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મે અને તેમની ટીમ વૈવિધ્યપૂર્ણ સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ અને મસાલા ચાનો સ્વાદ માણીને ખૂબ પ્રભાવિત થયા હતા.
બોમ્બે સેન્ટ્રલ કાફે/બાર અને રેસ્ટોરાંએ સ્વાદમાં શ્રેષ્ઠ ઈન્ડિયન ફૂડ, ઉત્કૃષ્ટ અને ઝડપી સર્વિસને લીધે સ્થાનિક લોકો તેમજ હેરો થઈને આગળ જતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ રેસ્ટોરાંમાં સૌ કોઈ પ્રવેશ મેળવી શકે છે. ખાસ કરીને આ મહેમાનોની મુલાકાતથી રેસ્ટોરાંની ટીમે ખૂબ ગૌરવની લાગણી અનુભવી હતી.
ભારતમાં આવેલા બોમ્બે સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને આખો દિવસ રહેતી મુસાફરોની ઝડપી અવરજવરના ચિત્રનો ચિતાર આ રેસ્ટોરાં રજૂ કરે છે. બોમ્બે સેન્ટ્રલની મુલાકાતે આવતા ગ્રાહકોને દિવસે રેસ્ટોરાંમાં સોશિયલ કાફે જેવો અને રાત્રે લાઉન્જ બાર જેવો અનુભવ થાય છે.
બોમ્બે સેન્ટ્રલના માલિક રીશી લાખાણી રેસ્ટોરાંમાં આવતા તમામ લોકોની ખાસ કાળજી લે છે અને રેસ્ટોરાંની તેમની દરેક મુલાકાત તેમના માટે આનંદદાયક સફર બને તેવો પ્રયાસ કરે છે. વડાપ્રધાન મે અને તેમની ટીમની આ ખાસ મુલાકાત વિશે તેમણે કહ્યું હતું,‘ અમારી રેસ્ટોરાંમા ભોજન અને પીણાંનો રસાસ્વાદ માણવા આવતા સ્થાનિક સમાજના લોકો અને મોટાભાગની કંપનીઓના પ્રતિનિધિઓને આનંદ સાથે શ્રેષ્ઠ વાનગીઓ મળે અને સારો અનુભવ થાય તે માટે અમે સખત પરીશ્રમ કર્યો છે. વડાપ્રધાને લીધેલી મુલાકાતથી અમને ખૂબ સન્માન મળ્યું છે. અમે અમારી સાથે આનંદદાયક સફર માટે સૌને આવકાર આપતા રહીશું.’
આપ પણ ૩૨૮, હાઈ રોડ, હેરો વિલ્ડ, HA3 6HS ખાતે અથવા www.thebombaycentral.com પર અથવા રીશી લાખાણીને 07956 589 899 પર ફોન કરીને બોમ્બે સેન્ટ્રલની મુલાકાત લઈ શકો છો.

