• દાઉદી વોહરા કોમ્યુનિટી ઓફ લેસ્ટર દ્વારા ડાયાબીટીસ યુકે, ડાયાબીટીસ વિલેજ, લેસ્ટર ડાયાબીટીસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા.૨૫-૩-૧૮ બપોરે ૧થી ૪ દરમિયાન વિક્ટોરિયા પાર્ક, લેસ્ટરથી ‘લેટ્સ વોક ફોર ડાયાબીટીસ’નું આયોજન કરાયું છે. સંપર્ક. www.walkfordiabetes.uk
• શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે રવિવાર તા.૨૫-૩-૧૮ સવારે ૧૦.૩૦ રામનવમી આરતી તેમજ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સ્વામીનારાયણ જયંતિ નિમિત્તે આરતી
અને રાસોત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 4506
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતેના કાર્યક્રમો - ચૈત્રી નવરાત્રિ અંતર્ગત શનિવાર તા.૨૪-૩-૧૮ સુધી બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ દરમિયાન ગરબા - શનિવાર તા.૨૪-૩-૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૧૨ સુધી દુર્ગાષ્ટમી હવન – રવિવાર તા.૨૫-૩-૧૮ રામનવમી નિમિત્તે સવારે ૧૦થી ભજન, બપોરે ૧૨ રામ જન્મ અને આરતી, પારણા દર્શન અને બાદમાં પ્રસાદ સંપર્ક. 020 8903 7737
• શ્રી સ્વામીનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ (SSAUSM), યુકેના કાર્યક્રમો • શનિવાર તા.૨૪-૩-૧૮ સાંજે ૫થી રાત્રે ૯ દરમિયાન દિવ્ય શાક ઉત્સવ • રવિવારતા.૨૫-૩-૧૮ રામનવમી અને સ્વામીનારાયણ જયંતી નિમિત્તે સવારે ૯થી ૧૨ મહાપૂજા - સાંજે ૪થી ૬ મહિલા સભા - સાંજે ૬થી રાત્રે ૧૦ રામ નવમી અને હરિ જયંતીની ઉજવણી, સ્થળઃ ક્લેરમોન્ટ હાઈ સ્કૂલ, ક્લેરમોન્ટ એવન્યુ, HA3 0UH સંપર્ક. આશિષભાઈઃ 07970 548 656
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા રામનવમી નિમિત્તે રવિવાર તા.૨૫-૩-૧૮ બપોરે ૧થી ૩ દરમિયાન પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ
HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા રામનવમી મહાયજ્ઞનું રવિવાર તા.૨૫-૦૩-૧૮ સિંધી મંદિર, સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧થી બપોરે ૨ દરમિયાન હનુમાન ચાલીસા, ધૂન અને ભજન થશે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સિંધી મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૪-૦૩-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૨૫-૦૩-૧૮ બપોરે ૧૨ વાગે રામનવમી આરતી, ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું બુધવાર તા.૨૮-૩-૧૮ સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન મેઝફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, હેરો HA5 5SD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રંજનબહેન માણેક 07930 335 978
• સંસ્કૃત ભારતી યુકે દ્વારા ત્રણ દિવસના રેસિડેન્શિયલ સંસ્કૃત સ્પિકિંગ કેમ્પનું લેસ્ટર ખાતે શુક્રવાર તા.૩૦-૩-૧૮થી રવિવાર તા.૧-૪-૧૮ દરમિયાન આયોજન કરાયું છે. કેમ્પમાં બાળકો સહિત તમામ વયના લોકો અને પરિવારો ભાગ લઈ શકશે. સંપર્ક. મધુરિમા વેંકટ 07846 614 817
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું રવિવાર તા.૧-૪-૧૮થી શનિવાર તા.૮-૪-૧૮ બપોરે ૩થી સાંજે ૬.૩૦ દરમિયાન હિંદુ મંદિર, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 3BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• પુષ્ટિ પરિવાર યુકે દ્વારા શ્રી યદુનાથજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના મુખે વલ્લભાખ્યાન રસપાન કથાનું સોમવાર તા.૨-૪-૧૮થી રવિવાર તા.૮-૪-૧૮ દરમિયાન બપોરે ૪ વાગે જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો HA3 9TE ખાતે આયોજન કરાયું છે. કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે.
• ‘હરે કૃષ્ણ ! ધ મંત્ર, ધ મુવમેન્ટ એન્ડ ધ સ્વામી હુ સ્ટાર્ટેડ ઈટ ઓલ’ ડોક્યુમેન્ટરી ફિલ્મના યુકે પ્રિમિયરનું સોમવાર તા.૨૩-૪-૧૮ સાંજે ૬.૩૦ વાગે ઓડિઓન ૧૩૫, શાફ્ટ્સબરી એવન્યુ, કોવેન્ટ ગાર્ડન, લંડન WC2H 8AH ખાતે આયોજન કરાયું છે. આ ફિલ્મ શ્રીલા પ્રભુપાદ તરીકે વિખ્યાત પૂ. ભક્તિવેદાંત સ્વામીના જીવન પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન જહોન ગ્રીસર અને સહ-નિર્દેશન લોરેન રોઝે કર્યું છે.
હનુમાન જયંતી
શનિવાર તા.૩૧-૩-૨૦૧૮
• સનાતન મંદિર, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 7AF ખાતે સવારે ૧૦ વાગે ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું છે. સંપર્ક. અમિતભાઈ શાસ્ત્રી 07424 111 413
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે હનુમાન જયંતી નિમિત્તે ૨૧ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8861 1207
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે સવારે ૧૦.૩૦થી સાંજે ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ, સાંજે ૭.૩૦ વાગે હનુમાનજીના પૂજનનું આયોજન કરાયું છે. બપોરે ૧થી ૨ દરમિયાન અને સાંજે પાઠ પછી ભોજનપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 01772 253 901
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે સવારે ૧૧થી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું છે. સંપર્ક જશવંત માઇચા 07882 253 540
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે શનિવાર તા.૩૧-૩-૧૮ સવારે ૮થી રવિવાર તા.૧-૪-૧૮ સવારે ૮ સુધી ૨૪ કલાક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• શ્રીનાથજી સનાતન હિંદુ મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતે સવારે ૯.૩૦થી બપોરે ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8989 2034
• શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે સવારે ૧૦.૩૦થી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ આરતી, ધૂન હનુમાનજીનુ પૂજન અને રાસનું આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8459 4506
