લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ ગયા વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સલાહ માટે સર લિન્ટન ક્રોસ્બીની કેમ્પેઈનીંગ કંપનીને ૪ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા. ઈલેક્ટોરલ કમિશને જાહેર કરેલી માહિતી મુજબ CTF પાર્ટનર્સને ગયા વર્ષે ચૂંટણી પહેલા નાણાં મળ્યા હતા. જ્યારે બરાક ઓબામાના પૂર્વ કેમ્પેઈન વડા જીમ મેસિનાની કંપની મેસિના ગ્રૂપને ૫૪૪,૦૦૦ પાઉન્ડ ચૂકવાયા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીએ ગઈ ૮ જૂને યોજાયેલી ચૂંટણી પહેલા કુલ ૧૮.૬ મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. ચૂંટણીમાં તેમણે ૧૩ બેઠક ગુમાવી હતી. પાર્ટીએ કરેલ ખર્ચ ૧૯.૫ મિલિયનની રાષ્ટ્રીય મર્યાદાની નજીકનો અને અન્ય બે પાર્ટીના કુલ ખર્ચ કરતા વધુ હતો. લેબર પાર્ટીએ ૧૧ મિલિયન પાઉન્ડ અને લીબરલ ડેમોક્રેટ્સે ૬.૮ મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા.
૨૦૧૫માં કન્ઝર્વેટિવ પાર્ટીએ ૧૫.૬ મિલિયન પાઉન્ડ જ્યારે લેબરે ૧૨.૧ મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા.

