સુપ્રસિદ્ધ ફિલ્મ અને રંગમંચની અભિનેત્રી નફિસા અલીને ત્રીજા તબક્કાનું કેન્સરનું નિદાન થયું છે. તેમણે પોતે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. સાથે સાથે તેમણે પોતાની ખબર કાઢવા આવેલાં સોનિયા ગાંધીની પણ તસવીર શેર કરી હતી. સોનિયાને નફિસાએ પોતાનાં ગાઢ અને કેરિંગ મિત્ર ગણાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં જન્મેલી આ અભિનેત્રીએ ૧૯૭૯માં અભિનેતા શશી કપૂર સાથે પ્રથમ ફિલ્મ મેળવી હતી. હાલમાં તેઓ કોંગ્રેસનાં સભ્ય છે અને ૨૦૦૯માં સમાજવાદી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.

