બોલિવૂડમાં આજકાલ કોઇ જોડી વિશે સતત ચર્ચા થતી હોય તો તે છે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની. ૩૩ વર્ષીય અર્જુન કપૂર અને ૪૫ વર્ષની મલાઇકા અરોરા હવે જાહેરમાં એકબીજા પ્રત્યેના પ્રેમ વ્યકત કરી રહયા છે. તાજેતરમાં કરિના કપૂરની પાર્ટીમાં અર્જુન-મલાઇકા ઘણા નજીક જોવા મળ્યા હતા. બન્ને ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાનું પણ કહેવાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મલાઇકાએ અરબાઝ ખાન સાથેના ૨૨ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઇ લીધા છે.

