રણવીર-દીપિકાના લગ્ન થઈ ચૂક્યાં છે અને પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં લગ્નબંધને જોડાવાની છે ત્યારે અહેવાલ એવા છે કે કોમેડિયન કપિલ શર્મા પણ ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્નના બંધને જોડાશે. વાપસી માટે સંઘર્ષ કરી રહેલા કોમેડિયન-એકટર કપિલ શર્મા ૧૨ ડિસેમ્બરે ગિન્ની સાથે લગ્ન કરશે તેવા સમાચાર છે. તેઓની લગ્નવિધિ પંજાબમાં કપિલના હોમ ટાઉન ફગવારામાં થશે. આ પછી કપિલ શર્માએ ૨૪મી ડિસેમ્બરે મુંબઇમાં રિસેપ્શનનું આયોજન કર્યું છે.

