પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાના લગ્નનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું છે. પ્રિયંકા હોલિવૂડના એકટર-સિંગર બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે બીજી ડિસેમ્બરે પરિણય સૂત્રમાં બંધાવા જઇ રહી છે. પ્રિયંકા-નિકની લગ્નની વિધિઓની શરૂઆત ૩૦મી નવેમ્બરથી જશે. રિપોર્ટ અનુસાર લગ્ન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રજવાડી ઠાઠ સાથે જોધપુરના વિશ્વ વિખ્યાત ઉમેદ ભવન પેલેસમાં થશે. આ પ્રસંગ માટે કરોડોના ખર્ચે ઉમેદભવન બુક કરાયું છે. પ્રિયંકા તેના લગ્નના માધ્યમથી ભારતની ખૂબસૂરતી અને સંસ્કૃતિ દુનિયા સામે લાવવા માગે છે. આથી તે ઉમેદ ભવન પેલેસમાં મોટાપાયે લગ્નનું આયોજન કરી રહી છે. આ રજવાડી મહેલમાં ૪૨ સ્વીટ્સ અને ૨૨ ફાઇવ સ્ટાર રૂમ છે. બીજી તમામ સુખ-સગવડ છે. એવા પર રિપોર્ટ છે કે પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે ધૂમધામથી કરવાની છે અને આ માટે અનેક કલાકારો અને હસ્તીઓને આમંત્રણ અપાયા છે. આ લગ્ન રોયલ થીમ પર હશે. હિન્દુ વિધિ બાદ અમેરિકામાં બન્ને ત્યાંના રીતો-રિવાજ અને કાયદા અનુસાર લગ્ન કરશે.

