અભિનેત્રી શિલ્પા શેટ્ટી શિરડીના સાંઇબાબામાં અત્યંત શ્રદ્ધા ધરાવે છે. ૧૬મીએ શિલ્પાએ શિરડી જઇને સાંઇબાબાના દર્શન કર્યાં અને સાથે એક સોનાનો મુગટ પણ બાબાને ભેટ ધર્યો હતો. શિલ્પા પતિ રાજ કુંદ્રા, બહેન શમિતા, દીકરા વિયાન અને માતા સુનંદા શેટ્ટી સાથે શિરડી દર્શને ગઈ હતી.

