ગુજરાત હિંદુ એસોસિએશન લેસ્ટર દ્વારા ગોલ્ડન માઈલ વિસ્તારના બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે ભારતના ૭૨મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી મગનભાઈ પી પટેલ OBEએ ઉપસ્થિત સૌને આવકાર આપ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બર્મિંગહામના કોન્સુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના વાઈસ કોન્સલ શ્રી રાજીવકુમાર પધાર્યા હતા. લેસ્ટરના ડેપ્યૂટી સિટી મેયર પિયારા સિંઘ, લેસ્ટરના સ્થાનિક કાઉન્સિલર્સ તેમજ વિવિધ સમાજના પ્રમુખ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૌએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને હળવા નાસ્તાનો આસ્વાદ માણ્યો હતો.
