ગ્રૂમીંગ ગેંગના ૩૧ સભ્ય પર બાળકોના જાતીય શોષણનો આરોપ

Wednesday 22nd August 2018 08:31 EDT
 

લંડનઃ બ્રિટનમાં જાતીય શોષણ કરતા સૌથી મોટા જૂથના ૩૦ પુરુષ અને એક મહિલા પર શ્રેણીબદ્ધ બાળકોનાં જાતીય શોષણના આરોપ મૂકવામાં આવ્યા હતા. શકમંદો પૈકી મોટાભાગના હડર્સફિલ્ડ વિસ્તારના છે. ૨૦૦૫થી ૨૦૧૨ના સાત વર્ષ વચ્ચે તેમણે કરેલા ગુના બદલ આ આરોપ મૂકવામાં આવ્યા હતા. આરોપોમાં દુષ્કર્મ, જાતીય હુમલો અને બાળકોની હેરાફેરીનો સમાવેશ થાય છે.

૩૧ વર્ષીય મોહમ્મદ સજ્જાદ સામે ૧૩થી ૧૫ વર્ષની કિશોરી અને ૧૩ વર્ષથી નીચેની બાળા પર દુષ્કર્મ અને બાળ યૌનશોષણનો ગુનો આચરવા માટે સુવિધા પૂરી પાડવાનો આરોપ મૂકાયો હતો. હડર્સફિલ્ડના ૨૯ વર્ષીય મંઝૂર અખ્તર પર બાળકોની હેરાફેરીનો અને ૧૩થી ૧૫ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મનો આરોપ છે. ૨૯ વર્ષીય મોહમ્મદ વક્કાસ અન્વર પર દુષ્કર્મનો અને ૩૮ વર્ષીય મહિલા ફેહરીન રફીક પર બાળ જાતીય શોષણનો ગુનો આચરવાની સુવિધા પૂરી પાડવાનો આરોપ છે, જે પૂરવાર થશે તો તેને ૧૪ વર્ષની જેલ થઈ શકે છે. કાનૂની કારણોસર અન્ય ૧૨ આરોપીના નામ જાહેર કરી શકાય તેમ નથી. તેમના પર પણ આ જ પ્રકરણમાં સંખ્યાબંધ ગુનાના આરોપ મૂકાયા છે.


comments powered by Disqus