જહોન્સનનો અફઘાનિસ્તાનનો પ્રવાસ મોંઘો પડ્યો

Wednesday 22nd August 2018 08:43 EDT
 
 

લંડનઃ ગયા જૂનમાં બોરિસ જહોન્સન ફોરેન સેક્રેટરી હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં જ હિથરો એરપોર્ટ પર ત્રીજા રનવે માટે મહત્ત્વપૂર્ણ મતદાન યોજાયું હતું.

ફોરેન સેક્રેટરીના ખર્ચ ઉપરાંત, આ મુલાકાત પાછળ કરદાતાઓના ૨૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો. તેઓ પોતાની સાથે ત્રણ કર્મચારીને પણ લઈ ગયા હતા જેનો દરેકનો ફ્લાઈટનો ખર્ચ ૬,૩૨૨ પાઉન્ડ થયો હતો. ફોરેન ઓફિસ દ્વારા જણાવાયું હતું કે જહોન્સનના પ્રવાસના ખર્ચની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે.


comments powered by Disqus