ન્યૂ ઝીલેન્ડમાં વિદેશીઓ પર ઘર ખરીદવા પર પ્રતિબંધ

Wednesday 22nd August 2018 08:29 EDT
 

વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલેન્ડની સરકાર વિદેશીઓ પર ઘર ખરીદવા સામે પ્રતિબંધ લાદવા જઈ રહી છે. સરકાર આ પગલાંની મદદથી બીજા દેશોના સટોડિયા પર અંકુશ મૂકવા માટે આપેલું વચન પૂરું કરવા જઈ રહી છે. જોકે તેના નિર્ણયથી ઇમિગ્રન્ટ્સમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.
સરકાર પર હાલમાં મકાનના ભાવ વધી રહ્યાના આક્ષેપ થઇ રહ્યા હતા. વિદેશી ખરીદદારોની સીમા નક્કી કરવા માટે ઓવરસિઝ ઇન્વેસ્ટમેન્ટ સંશોધન બીલને ૧૬મીએ ન્યૂ ઝીલેન્ડની સંસદે પસાર કર્યું હતું. ગવર્નર જનરલની મંજૂરી પછી કાયદો બન્યા બાદ આગામી બે મહિનામાં પ્રતિબંધ અમલી બની જશે.
બ્લૂમબર્ગ જણાવ્યા મુજબ ન્યૂ ઝીલેન્ડના નાણાં પ્રધાન ડેવિડ પાર્કરે કહ્યું હતું કે સરકારનું માનવું છે કે ન્યૂ ઝીલેન્ડવાસીઓને ઘર ખરીદવામાં વિદેશી ગ્રાહકોથી માતના મળે તેથી આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન જેસિંડા આર્ડને વીતેલા વર્ષમાં પોતાના ચૂંટણી પ્રસારમાં વિદેશી ખરીદાર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.


comments powered by Disqus