પશ્ચિમ બંગાળના એક શાળાકીય પુસ્તકમાં અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો દોડવીર મિલ્ખા સિંહ તરીકે છાપી દેવાતાં વિવાદ ઉભો થયો છે. પશ્ચિમ બંગાળ સરકારની આ ભૂલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં ફરહાન અખ્તર સુધી પહોંચી હતી. ફરહાનને ખબર પડતાં જ તેને તરત પશ્ચિમ બંગાળ સરકારનો સંપર્ક કર્યો હતો અને તુરંત આ ગંભીર ભૂલને સુધારી લેવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં ફરહાન અખ્તરે ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મમાં દોડવીર મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી હતી. આ જ ફિલ્મનો ફરહાનનો ફોટો મિલ્ખા સિંહ તરીકે છાપી દેવાયો હતો. ફરહાન અખ્તરે ટ્વિટ કરીને પ્રશસોકને વિનંતી કરી હતી કે આ પુસ્તકને પર લઈને ભૂલો સુધારવામાં આવે.

