રાહુલ ગાંધી જર્મની, બ્રિટનના પ્રવાસે

Wednesday 22nd August 2018 08:11 EDT
 
 

લંડનઃ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઈઓસી) દ્વારા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ૨૨થી ૨૫ ઓગસ્ટ દરમિયાન જર્મની અને બ્રિટનના પ્રવાસ જઈ રહ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના જર્મની અને બ્રિટનની નિર્ધારિત મુલાકાતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વદીએ જણાવ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ૨૨-૨૩ ઓગસ્ટે જર્મની અને ૨૪-૨૫ ઓગસ્ટે બ્રિટનની મુલાકાત લેશે. આ બંને દેશોમાં તેઓ ભારતીય ડાયસ્પોરા સહિત વિભિન્ન વર્ગના લોકો સાથે સંવાદ કરશે. તેઓ ભારતના વર્તમાન રાજકારણ અને અર્થતંત્ર વિશે પણ વાત કરશે. આઈઓસી ચેરમેન સામ પિત્રોડા રાહુલ ગાંધીના જર્મની અને બ્રિટનના પ્રવાસ કાર્યક્રમમાં સાથે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામ પિત્રોડાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધી બ્રિટનની સંસદને સંબોધશે.


comments powered by Disqus