તાજેતરમાં યોજાયેલી લેસ્ટર હિંદુ ફેસ્ટિવલ કાઉન્સિલની વાર્ષિક સભામાં મગનભાઈ પી પટેલ OBE પ્રમુખ અને ધીરુભાઈ ધોલડીયા ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે જશવંતલાલ આર ચૌહાણ OBE (મહામંત્રી), રમણભાઈ સી બાર્બર MBE DL(સહમંત્રી), જીવનભાઈ બી પટેલ (ખજાનચી), મગનભાઈ ડી પટેલ (સહખજાનચી) અને ઈન્ટરનલ ઓડિટર તરીકે નવીનભાઈ આર રાણાની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી સભ્યોમાં કાંતિભાઈ ચુડાસમા, હિનાબેન રાણા, સુશીલાબેન પટેલ, અરુણકુમાર પટેલ, ઉર્મિલાબેન પટેલ, હિરાભાઈ ટાંડેલ, ઘનિષાબેન પટેલ, અનિલભાઈ ચૌહાણ, રમેશભાઈ મશરુ, જયંતીભાઈ મિસ્ત્રી, હેમેન્દ્રભાઈ મિસ્ત્રી MBEસમાવેશ થાય છે.
