શાહરુખ ખાનના ‘મીર ફાઉન્ડેશન’ દ્વારા કેરળ રાહતફંડમાં રૂ. ૨૧ લાખ દાન

Wednesday 22nd August 2018 08:17 EDT
 
 

કેરળમાં કુદરતી આપત્તિના રવિવારે બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની સમાજિક સંસ્થા ‘મીર ફાઉન્ડેશને’ કેરળ રાહત ફંડમાં રૂ. ૨૧ લાખનું યોગદાન થયું હતું. ‘મીર ફાઉન્ડેશન’ મુંબઈમાં એસિડ હુમલાનાં પીડિતો તેમજ કેન્સર પીડિતો માટે કામ કરનારી સંસ્થા છે. કેરળમાં પૂરપીડિતોને મદદ બદલ કેરેલિયન સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પુકુટ્ટીએ ટ્વિટ કરીને શાહરુખનો આભાર માન્યો હતો. શાહરુખે ટ્વિટનો જવાબ આપતાં કહ્યું હતું કે, આપણાં ભાઈઓ અને બહેનોને પડખે ઉભું રહેવું એ સૌની ફરજ છે અને ધર્મ પણ છે.
મહાનાયકની અરજ
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને લોકોને કેરળ પૂરપીડિતોને મુસીબતના સમયે મદદ કરવા માટે અપીલ કરી હતી. અમિતાભ સિવાય પણ ઘણાં બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટર પર પોતાનાં પ્રશંસકોને કેરળના લોકોને મદદ પહોંચાડવાની અપીલ કરી હતી. જેમ કે કરણ જોહર, વરુણ ધવન, રિતિક રોશન, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્માએ ટ્વિટર પર કેરળ રાહત ફંડમાં લોકોને મદદ કરવા અપીલ કરી હતી.


comments powered by Disqus