યુકેના વેપાર માટે લાંબા અંતરના વિદેશી માર્કેટના વધતા મહત્ત્વને અનુલક્ષીને યોજાતા અગાઉના એશિયન બિઝનેસ એસોસિએશન (ABA) ડિનર જે હવે LCCI વાર્ષિક ડિનર તરીકે ઓળખાય છે તેના મહેમાન વક્તા તરીકે આ વર્ષે સર વિન્સ કેબલ MP હતા.
સેવોય હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૪૦૦ જેટલા પ્રેક્ષકોને ભૂતપૂર્વ બિઝનેસ સેક્રેટરીએ સંબોધ્યા હતા. ૧૯૬૦ના દાયકામાં તેઓ નૈરોબીમાં કેન્યા સરકારના ટ્રેઝરી ફાઈનાન્સ ઓફિસર હતા ત્યારે એશિયન બિઝનેસ કોમ્યુનિટીએ જે આર્થિક વિકાસ સાધ્યો તેના તેઓ સાક્ષી હતા. ઈસ્ટ આફ્રિકામાં પરિસ્થિતિમાં સુધારો થયો અને એશિયનોને મળતા આવકારમાં ઘટાડો થયો અને ઘણાં લોકોએ યુકે જવાનું નક્કી કર્યું જે આફ્રિકા માટે નુક્સાન અને બ્રિટન માટે ફાયદો પૂરવાર થયું.
૧૯૭૯માં એક્સચેન્જ પરનું નિયંત્રણ હટાવી લેવાતા યુકેમાં મૂડીરોકાણ વધ્યું. તે વખતે કેટલીક ભારતીય કંપનીઓએ મૂડી રોકાણ વધાર્યુ. હાલ બ્રિટનના અર્થતંત્રમાં એશિયન ડાયસ્પોરાનું યોગદાન વિપુલ છે.
આ ડિનરમાં પડકારો અને તકોને જોતાં લંડનની વૈશ્વિક સિટી તરીકે પ્રશંસા કરવા પર ખાસ ભાર મૂકાયો હતો. લંડન યુરોપ અને વિશ્વ માટે ટ્રાન્સપોર્ટ હબ છે. લંડનનો ૮૦ ટકા બિઝનેસ આંતરરાષ્ટ્રીય છે.
કાર્યક્રમમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન અને નોન-એશિયન બિઝનેસીસના વડા જોડાયા હતા.
આ ડિનરને હિથરો એન્ડ લોઈ્ડસ બેંક દ્વારા સ્પોન્સર કરાયું હતું. કરન્સી એકાઉન્ટ અને સ્માર્ટ ડેસ્કર્સ સપોર્ટિંગ સ્પોન્સર્સ હતા. ચેરિટી પાર્ટનર લીવેબીલીટી હતું.

