જરદાલુનું સેવન પાચનતંત્ર સ્વસ્થ બનાવે

Sunday 27th May 2018 05:56 EDT
 
 

ખાવામાં ટેસ્ટી જરદાલુ ખૂબ જ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેને ખાવાથી હાર્ટ, પેટ અને આંખો જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં ખૂબ જ રાહત થાય છે. જરદાલુમાં વિટામિન-કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, પોટેશિયમ અને ફાયબર વગેરે જેવાં તત્વો રહેલાં છે.
• જરદાલુ ખાવાથી હાર્ટ, પેટ અને આંખો જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે.
• જરદાલુના સેવનથી હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે અને શરીરમાં આયર્નની માત્રા વધે છે. તે શરીરમાં અનેક વિટામીન અને મિનરલ્સની અછત પૂરી કરે છે.
• જરદાલુમાં નિયાસિન, રાઈબોફ્લેવિન અને થાયમિન નામના તત્વો હોય છે. જે શરીરના ટોક્સિન બહાર કાઢે છે.
• જરદાલુમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર રહેલું છે, જે પેટની સમસ્યા દૂર કરીને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
• જરદાલુથી વજન ઘટે છે.
• જરદાલુમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં રહેલું છે, જે બોડીમાં ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.


comments powered by Disqus