સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેના હોદ્દેદારો

Wednesday 23rd May 2018 07:23 EDT
 

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK)ની કારોબારી સમિતિની બોર્ડ મિટીંગ તા.૧૯.૫.૧૮ને શનિવારે યોજાઈ હતી. ચેરમેન તરીકે SPMS UKનું નેતૃત્વ ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ સંભાળશે જ્યારે વાઈસ ચેરમેન તરીકે ડો. રામી રેન્જર, જનરલ સેક્રેટરી તરીકે ક્રિશ્નાબેન પુજારા, દીપક પટેલ (ટ્રેઝરર), જી. પી. દેસાઈ (જોઈન્ટ ટ્રેઝરર) અને કાંતિભાઈ નાગડા (ચીફ એક્ઝિક્યુટિવ) તેમને સોસાયટીના સંચાલનમાં મદદ કરશે.

આ હોદ્દેદારોને કામકાજમાં ટ્રસ્ટીઓ સર્વશ્રી જીતુભાઈ પટેલ, શરદ પરીખ અને સુમંતરાય દેસાઈ સહાય કરશે. પ્રવિણભાઈ જી પટેલ SPMSના ખાસ કાર્યક્રમોનુ સંકલન કરશે જ્યારે હેમેશ પટેલ આઈટીનું કામકાજ સંભાળવા ઉપરાંત સોસાયટીની વેબસાઈટ તૈયાર કરશે.

આગામી ૧૨મી જૂને SPMS UK બારડોલી દિવસની ઉજવણી કરશે. તમામ વાચકોને તેની ઉજવણીમાં ભાગ લેવા સંસ્થા આમંત્રણ પાઠવે છે.

વધુ માહિતી માટે ક્રિષ્ણા પૂજારાનો 07931 708 028 પર ફોન દ્વારા અથવા ઈમેલ દ્વારા [email protected] પર સંપર્ક કરવા વિનંતી.


comments powered by Disqus