શાહી લગ્નની ઉજવણીના સંદર્ભમાં સેટર્ડે સ્કૂલ, સાંઈ સ્કૂલ ઓફ હેરો દ્વવારા રોયલ બ્રંચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઈ સ્કૂલને નાગરિકત્વના મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ વર્ષ ૨૦૦૫માં ક્વિન્સ એવોર્ડ મળ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બેસ્ટ ડ્રેસ્ડ એવોર્ડ જીતવા માટે તેમના ટિઆરા અને ટુક્સડોઝ પરિધાન કરીને આવ્યા હતા.
રોયલ બંટિંગ્સ શરૂ થતાં વિદ્યાર્થીઓના મમ્મી અને ડેડીએ કેક બેક કરવામાં મદદ કરી હતી અને બાળકો તથા તેમના પરિવારોએ શાહી લગ્નનું જીવંત પ્રસારણ નિહાળતા ક્રિમ કેક અને પેસ્ટ્રીઝનો સ્વાદ માણ્યો હતો. વિદ્યાર્થીઓએ કોટ ઓફ આર્મ્સ હરિફાઈમાં પણ ભાગ લીધો હતો. તેમાં દરેક બાળકે પોતાના પરિવારના કોટ ઓફ આર્મ્સ ડિઝાઈન કરવાનો હતો. તેમાં કિયાન શાહ વિજેતા થયો હતો. તેણે તેની અટક લખી હતી અને અટકના દરેક અક્ષરની સામે સૂત્ર લખ્યું હતું.
S - Save the Planet
H - Help Others
A - group of hard working people
H - Happy always
છ વર્ષીય સિયા કુંડલિયાએ બેસ્ટ ડ્રેસ્ડ ગર્લ્સ પ્રાઈઝ મેળવ્યું હતું. તેની મમ્મી ડેવિના મકનજીએ સિયાને દિવસ દરમિયાન પ્રિન્સેસ રહીને કેટલો આનંદ આવ્યો તેની વાત કરી હતી.
સાંઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી પ્રવેશ અપાશે. હેચ એન્ડમાં ચાલતી ફ્રી સેટર્ડે સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે વેબસાઈટwww.saischool.comની મુલાકાત લેવી અથવા
ઈમેલ દ્વારા [email protected] સંપર્ક કરવો.
વધુ માહિતી માટે 07506 168 978 પર અથવા [email protected]
પર રાનુનો સંપર્ક કરવા વિનંતી.

