સેલેબ્રિટીઝ પાછળ ધકેલાયા

Wednesday 23rd May 2018 07:37 EDT
 
 

લંડનઃ ૧૯ મેનો દિવસ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ માટે સોનાનો દિવસ બની રહ્યો હતો. આ ઐતિહાસિક દિવસે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ્સ ચેપલમાં નવદંપતી લગ્નગાંઠે જોડાયાં ત્યારે શાહી પરિવાર, રીલેટિવ્ઝ તેમજ ઓપરાહ વિન્પ્રે, સેરેના વિલિયમ્સ અને ક્લૂની દંપતી હાઉસની બેઠક વ્યવસ્થામાં અગ્રેસર હતાં, જ્યારે બેકહામ દંપતી, એલ્ટન જ્હોન અને જેમ્સ કોર્ડેન સહિતની સેલેબ્રેટીઝ પાછળની બેઠકો પર ધકેલાયાં હતાં. હેરી અને મેગનના આ લગ્નમાં બ્રિટિશ શાહી ભવ્યતા અને આફ્રિકન-અમેરિકન સંસ્કૃતિનો સમન્વય સધાયો હતો. લગ્નસ્થળે ૭૨ વ્યક્તિ માટે બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં ધ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સ ઓફ વેલ્સ, ધ ડચેસ ઓફ કોર્નવોલ, ધ ડચેસ ઓફ કેમ્બ્રિજ, ધ ડ્યૂક ઓફ યોર્કને આગળની હરોળમાં સ્થાન અપાયું હતું. જ્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને ધ ડ્યૂક ઓફ એડિનબરા બીજી હરોળમાં હતાં.

બેઠક વ્યવસ્થામાં (૧) પ્રિન્સ હેરી (હેન્રી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ) (૨) મેગન મર્કેલ (૩) ધ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ (૪) પ્રિન્સ ઓફ વેલ્સ (૫) ધ ડચેસ ઓફ કોર્નવોલ (૬) ધ ડચેસ ઓફ કેમ્બ્રિજ (૭) ધ ડ્યૂક ઓફ યોર્ક (૮) પ્રિન્સેસ બીટ્રિસ ઓફ યોર્ક (૯) પ્રિન્સેસ યુજેન ઓફ યોર્ક (૧૩) ધ ક્વીન (૧૪) ધ ડ્યૂક ઓફ એડિનબરા (૧૫) ધ અર્લ ઓફ વેસેક્સ (૧૭) ધ કાઉન્ટેસ ઓફ વેસેક્સ (૧૮) ધ લેડી લૂઈ માઉન્ટબેટન-વિન્ડસર (૨૧) મિ. પીટર ફિલિપ્સ (૨૨) મિસિસ ઓટમ ફિલિપ્સ (૨૪) મિસિસ ઝારા ટિન્ડાલ (૨૫) મિ. માઈક ટિન્ડાલ (૪૭) મિસ ડોરીઆ રેગલેન્ડ (૫૬) મિસ મિશા નુનૂ (૬૧) સેરેના વિલિયમ્સ (૬૭) ઓપરાહ વિન્ફ્રે (૭૦) અમલ ક્લૂની (૭૧) જ્યોર્જ ક્લૂની મુખ્ય રહ્યાં હતાં.


comments powered by Disqus