આમિર ખાનની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મે ચીનના થિયેટરોમાં ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ ચાઇનીઝ બોક્સ ઓફિસ પર કમાણીની બાબતે અવ્વલ રહી છે. ફિલ્મે ત્રણ દિવસમાં ૨.૭૨ કરોડ ડોલર એટલે કે ૧૭૪.૧૦ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ ૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આથી ચીનના થિયેટરોમાં ફિલ્મની કમાણીનો ગ્રાફ જોઇને ફિલ્મ નિર્માતા પણ આશ્ચર્યમાં છે. આમિર અને ઝાયરા વસિમની આ ફિલ્મ ચીનમાં બ્લોક બ્લસ્ટર સાબિત થઇ છે. અને અઠવાડિયાની અંદર આ ફિલ્મ ૨૦૦ કરોડની કમાણી કરી લેશે એવી ધારણા બોક્સ ઓફિસ નિષ્ણાતોની છે. આ પહેલા આમિરખાનની ‘દંગલ’ ફિલ્મ પણ ચીનમાં રિલિઝ કરવામાં આવી હતી. એનો રેકોર્ડ પણ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ધરાશાયી કર્યો છે. ચીની ફિલ્મોમાં પણ આ ફિલ્મ સૌથી વધુ ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઇ છે.

