એક ગીત માટે રોજના પાંચ કલાક તાલીમ લેતી કેટરિના

Thursday 25th January 2018 10:35 EST
 
 

ડાન્સિંગ દેવા પ્રભુ આમિર ખાન – કેટરિના કૈફની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માટે એક ગીતની કોરિયોગ્રાફીમાં બિઝી છે. આમિર - કેટરિના પર ફિલ્માવવામાં આવેલા આ ગીત માટે પ્રભુ દેવાએ પહાડી ડાન્સ-સ્ટાઇલ અને જિમ્નેસ્ટિક્સનાં ડાન્સ-સ્ટેપ્સ પસંદ કર્યાં છે. આ ગીતમાં આમિર કરતાં વધુ મુશ્કેલ સ્ટેપ કેટરિનાનાં છે. કેટરિના ખૂબ જ સારી ડાન્સર હોવા છતાં તે આ સ્ટેપ કરવા માટે કેટરિના હાલમાં રોજના પાંચ ક્લાક ડાન્સ અને જિમ્નેસ્ટિક્સની ટ્રેઇનિંગ લઈ રહી છે. આ ટ્રેઇનિંગની સાથે કેટરિનાએ તેના ડાયટને પણ ચેન્જ કર્યો છે. તે હવે પ્રોટીનથી ભરપૂર ડાયટ લઈ રહી છે.


comments powered by Disqus