કેળું મોટા ભાગે દરેક વ્યક્તિ ખાવું પસંદ કરે છે. કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને વિટામીન બી જેવા અનેક વિટામીનો રહેલા છે. કેળામાં સૌથી વધુ ઊર્જાનો સ્ત્રોત રહેલો છે. જો સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો બપોરે ભૂખ લાગવાની શક્યતા રહેતી નથી. આ ઉપરાંત કેળાં સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે.
• કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે છે સાથે બ્લડપ્રેશર ઠીક રહે છે.
• તેમાં રહેલું પોટેશિયમ અને વિટામીન-બી-૬ મગજને સતેજ બનાવે છે સાથે યાદશક્તિમાં વધારો કરે છે.
• કેળામાં ખાસ પ્રો-બાયોટિક બેક્ટેરિયા હોય છે, જે ખાવાથી હાડકાં મજબૂત બને છે.
• મેગ્નેશિયમના કારણે કેળું જલદી પચી જાય છે અને મેટાબોલિઝમને તે બરાબર રાખે છે. સાથે કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
• કેળા બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે.
• કેળામાં રહેલું આયર્ન તત્ત્વો લોહી વધારવામાં મદદ કરે છે. કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબીન વધે છે એટલે એનિમિયાના રોગીઓએ તે ખાસ ખાવા જોઈએ.
• કેળા ખાવાથી એસિટિડી દૂર થાય છે. સાથે પાચન પ્રક્રિયામાં મદદ કરે છે.
• જો આંખો ડ્રાય રહેતી હોય તો કેળા ખાવા જોઇએ. તે સોડિયમનું સ્તર સામાન્ય કરે છે અને આંખોમાંથી ડ્રાયનેસ ઓછી કરે છે.
• ખીલ, કરચલીને ચહેરા પરથી દૂર કરવા કેળાને મસળીને તેમાં મધ, લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પરની સમસ્યાઓ દૂર થશે.

