ફિલ્મફેર એવોર્ડ - ૨૦૧૮ઃ ઇરફાન બેસ્ટ એક્ટર, વિદ્યા બેસ્ટ એક્ટ્રેસ

Tuesday 23rd January 2018 10:26 EST
 
 

મુંબઈમાં આવેલા એનસીએસઆઈ ડોમમાં ૨૦ જાન્યુઆરીએ ૬૩માં ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ શો શાહરુખ ખાન અને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. આ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફિલ્મ મેકર્સની ભારે હાજરી રહી હતી. આ એવોર્ડ શોમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, શાહરુખ ખાન સહિતના કલાકારોએ ખાસ પરર્ફોમન્સ આપ્યા હતા. વર્ષ ૨૦૧૮ના ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટર ઈરફાન ખાન અને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ વિદ્યા બાલનને એનાયત કરવામાં આવ્યો હતો. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ ઈરફાન ખાનની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ને ફાળે જ ગયો હતો.
લાંબા સમય બાદ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં જોવા મળ્યો હતો. અક્ષયકુમારે સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન પોતાના દિલધડક સ્ટન્ટ્સ થકી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત કાજોલથી માંડીને આલિયા ભટ્ટ સુધીની અભિનેત્રીઓએ આકર્ષણ જમાવ્યું હતું. આલિયા ભટ્ટના પર્ફોર્મન્સે લોકોને ખૂબ જ મનોરંજન આપ્યું હતું તો રણવીરસિંહની ફની કમેન્ટ્સે લોકોને ખૂબ જ હસાવ્યા હતા. વરુણ ધવને પણ તેની ફિલ્મો સાથે સાથે અન્ય ફિલ્મોનાં સુંદર પર્ફોન્સ આપ્યાં હતાં જે જોઈને સૌ દંગ કહી ગયા હતા. આ એવોર્ડ સમારંભમાં સૌએ એ માર્ક કર્યું કે નાના બજેટની અને પેરેલલ મૂવિમાં ગણના કરી શકાય તેવી ફિલ્મોનો ભારે દબદબો રહ્યો હતો. બિગબજેટ ફિલ્મો કરતાં પણ ભારતીય બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મોને વધુ એવોર્ડ ફાળવવામાં
આવ્યા હોવાનું એવોર્ડ પરના લિસ્ટ દ્વારા જાણવા મળ્યું હતું.
ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ અને ‘ન્યૂટન’નો દબદબો રહ્યો હતો. ગાયક તથા મ્યુઝિક કમ્પોઝર બપ્પી લહેરી તથા પચાસ અને સાઈઠના દાયકાની અભિનેત્રી માલા સિંહાને લાઇફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અપાયાં હતાં

ફિલ્મફેર ૨૦૧૮ એવોર્ડના વિજેતા

• બેસ્ટ ફિલ્મ - હિન્દી મીડિયમ • બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ એવોર્ડ - ન્યૂટન • બેસ્ટ એક્ટર ફિમેલ- વિદ્યા બાલન (તુમ્હારી સુલુ) • બેસ્ટ એક્ટર મેલ - ઈરફાન ખાન (હિંદી મીડિયમ) • ક્રિટિક્સ એવોર્ડ બેસ્ટ એક્ટર મેલ – રાજકુમાર (ટ્રેપ્ડ) • ક્રિટિક્સ એવોર્ડ બેસ્ટ એક્ટર ફિમેલ- ઝાયરા વસીમ (સિક્રેટ સુપરસ્ટાર) • બેસ્ટ ડિરેક્ટર – અશ્વિની અય્યર (બરેલી કી બર્ફી) • બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર – કોંકણા સેન શર્મા (અ ડેથ ઈન ધ ગંજ) • બેસ્ટ સપોર્ટિગ રોલ મેલ – રાજકુમાર રાવ (બરેલી કી બર્ફી) • બેસ્ટ સપોર્ટિગ રોલ ફિમેલ – મેહર વિજ (સીક્રેટ સુપરસ્ટાર) • બેસ્ટ ડાયલોગ – હિતેશ કેવલ્યા (શુભ મંગલ સાવધાન) • બેસ્ટ સ્કીનપ્લે – શુભાશિષ ભૂટાની (મુક્તિ ભવન) • બેસ્ટ શોર્ટ ફિલ્મ – જ્યૂસ (ફિકશન) • બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિકશન) – ઈનવિઝિબલ વિંગ્સ • બેસ્ટ મ્યૂઝિક આલ્બમ – (જગ્ગા જાસૂસ) • બેસ્ટ સિંગર મેલ – અરિજીત સિંહ (બદ્રીનાથ કી દુલ્હનિયા) • બેસ્ટ સિંગર ફિમેલ – મેઘના મિશ્રા (સીક્રેટ સુપરસ્ટાર) • બેસ્ટ એક્શન – ટોમ સ્ટ્રુથર્સ (ટાઇગર ઝિંદા હૈ) • લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- માલા સિંહા, બપ્પી લહેરી


comments powered by Disqus