સામગ્રીઃ બાજરી - ૧ કપ • ડુંગળી - ૨ નંગ • ટામેટાં - ૧ નંગ • આદું-લસણની પેસ્ટ -૧ ટેબલસ્પૂન • લીલાં મરચાં - ૩ નંગ • લીલું લસણ-૧ ટેબલ સ્પૂન • મીઠું - સ્વાદ મુજબ • હળદર – અડધી ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • તમાલપત્ર – ૨ પાન • સૂકા લાલ મરચાં - ૨ નંગ • તજ – ૨ નંગ • લવિંગ – ૨ નંગ • બિરીસ્તા (મિડિયમ સાઈઝમાં સમારીને ફ્રાય કરેલી ડુંગળી) - અડધો કપ • છાશ – ૩ ગ્લાસ • ઘી - ૩ ટેબલ સ્પૂન
રીતઃ સૌથી પહેલાં બાજરીને બે કપ ગરમ પાણીમાં બે કલાક પલાળીને નીતારી લો. આ રીતે બાજરી તૈયાર કરી લો. હવે પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, લાલ સુકાં મરચાં નાંખો. બે મિનિટ સાંતળીને તેમાં લીલાં મરચાં અને લીલું લસણ સાંતળો. ત્યાર પછી તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરીને પલાળેલી બાજરી નાંખી મિક્સ કરો. ત્યાર પછી મીઠું, હળદર, આદું-લસણની પેસ્ટ, બિરયાની મસાલો, ગરમ મસાલો ઉમેરો. હવે તેમાં છાશ ઉમેરી પેનને ઢાંકીને બાજરી બરાબર ચડવા દો. અથવા તો કૂકરમાં ૫-૭ સિટી વગાડીને ગેસ બંધ કરો. ત્યારબાદ પ્લેટમાં લઈને ઉપરથી એક ચમચી ઘી નાંખીને ગરમાગરમ સર્વ કરો.

